Asha Rindani
Others
બહારથી નક્કર ને અંદર પાણી મળશે,
એવાં શ્રીફળ જેવાં અનેક માનવી મળશે.
કોચલાંની કરડાકી ભેદી તો જો,
અંદર ધરબેલી કૂણી લાગણીઓ મળશે.
આક્રોશ ભરેલાં એના દિલના ખંડેરને,
ખોદશું તો પ્રેમની સરવાણી મળશે.
મળશે
સ્વાભિમાન