મા
મા
અસહ્ય પીડા સહન કરીને જન્મ આપે એ છે મા,
પોતાના બાળકને નાજુક ફૂલની જેમ સાચવીને રાખે છે મા,
નાની નાની આંગળીઓને પકડીને પા પા પગલી કરાવે છે મા,
પડી જો જવાય તો ઊભા થઈને ફરી પ્રયાસ કરતા શીખવતી મા,
વાગતું મને પણ એની પીડા દેખાતી તારી આંખોમાં મા,
અશ્રુ નીકળે જો આંખોમાં મારી તો તારી આંખો પણ સાથે વહેતી મા,
સવાર પડતાં મને ખૂબ વ્હાલ કરીને ઊઠાડતી તું મા,
રાત પડે તારા હાલરડાં સાંભળીને નીંદર મીઠી મને આવતી મા,
બીમાર જો કદી થાઉં હું તો આખી આખી રાત જાગતી તું મા,
મનગમતી વાનગીઓ બનાવીને મને ભરપેટ જમાડે તું મા,
સૌની પસંદ નાપસંદ નો ખ્યાલ રાખીને સૌની કાળજી લે છે તું મા,
હૈયે હંમેશા પ્રેમ અને કરુણા રાખી હોઠ પર નિર્મલ હાસ્ય રેલાવે તું મા,
પૃથ્વી તો શું સમગ્ર બ્રહ્માંડમાં કોઈ તારા સમોવડું નથી મા,
સૃષ્ટિ પર ભગવાને બનાવેલું સૌથી શ્રેષ્ઠ સર્જન છે તું મા.