લાગણી
લાગણી
1 min
220
લાગણી એટલે ધકધક શબ્દોનો સાદ,
દિલથી દિલ કરતાં સામસામે સંવાદ,
લાગણી એટલે સર્વત્ર પ્રીતમાં ફૂટે યાદ,
આંખોથી આંખો કરે સામસામે સંવાદ,
લાગણી એટલે મૌન શબ્દોનો સાદ,
અણકહી વાતોનો સામસામે સંવાદ,
લાગણી એટલે ભાવનાઓનો સાદ,
અંતરથી અંતરનો સામસામે સંવાદ,
લાગણી એટલે સરગમનાં સૂરનો નાદ,
ફૂલોથી ફૂલો કરે સામસામે સંવાદ.