ક્યાંક ઝરમર કયાંક સાંબેલાધાર
ક્યાંક ઝરમર કયાંક સાંબેલાધાર
1 min
27.1K
ક્યાંક ઝરમર કયાંક સાંબેલાધાર છે,
મન થશેને એમ કરશે વરસાદ છે.
વાયરો થોડો મિજાજી થઇ જાય તો,
તું ખુમારી રાખજે ભઇ, આષાઢ છે.
છાપરા ગળશે, જફા વધશે રડતો નહીં,
જે મળે તે માણી લેજે પરસાદ છે.
સોળઆની થાય તો મનવા મોજમાં,
બાકી તો... હસતાં મુખે ભૂંડા હાલ છે.
ને... ભલે વરસે એ ખાંગો થઇનેય હો,
ઘેલો તોયે આપણા સૌનો બાપ છે.
ગાલગાગા ગાલગાગા ગાગાલગા (જદીદ)

