કવિની કવિતા
કવિની કવિતા
1 min
158
હૃદય સાગરે સમાતી સરિતા,
વાવું ઊર્મિઓ ને ઊગતી કવિતા,
વ્યાકુળ મનને કોરતી એકલતા,
ભીંત તોડી ફૂટતી કૂંપળ કવિતા,
અંધારી રાતે ચાંદસી ધવલતા,
મધરાતે ખીલતું ફૂલ કવિતા,
હૈયે પડેલા ધા સળવળતા,
પટ ફાડી ઊઠતું અંકુર કવિતા,
શાંત વને ખળખળતા
ઝરણાં શો આલાપ કવિતા,
"કવિ" પાંખે ગગન ચૂમતી,
કાગળમાં સમાતું નભ કવિતા.
