કોરોના સાથે જીવતા શીખીએ
કોરોના સાથે જીવતા શીખીએ
ખાખી પેરી ફરજ પર જતા એકે પિતાને,
કુમળા હાથો નો સ્પર્શ થયો,
બહાર નથી જવાનું પપ્પા,
અનાયાસ જ એણે પ્રશ્ન કર્યો.
એટલામાં જ દેશના બીજા કોઈ ઘરમાં,
નર્સોને રજા નહિ મળે ?
પાંચ મહિનાંની પરણીતાને,
કોઈએ કઠોર અવાજ કર્યો.
'પાછો આવ ત્યારે દવા ભૂલતો નહિ હો !'
ઘરથી નીકળતા ડૉક્ટરને,
એક બુઢીમાં એ સાદ કર્યો.
હજી હુંકારો ભરે એ પેલા,
દેશના સીમાડા કાજે,
કોઈ જુવાને થેલો ત્યાર કર્યો.
ખડતલ ખભા પર ત્યારે,
એક પિતાનો વ્હાલ ફર્યો,
વાર્તાલાપ ચાલેએ પેલાજ,
મોઢે બાંધજો હો-
જાવું જરૂરી છે ?
એક પ્રિયતમાએ સફાઈ કામદારને સવાલ કર્યો,
ધીરે ધીરે હળવા સ્મ
િતે,
સૌ સવાલોનો જવાબ મળ્યો.
હા બેટા, હા પપ્પાજી ને હામાં,
આવો પ્રતિસાદ મળ્યો,
બેટા કાલ તારા માટે રમકડાં લાવવા,
દુકાનોનું ઉઘડવું જરૂરી છે,
પપાજી શાંતિથી વેકેશન ગાળવા,
આજ રજાને નામંજૂરી છે.
મા તારી સાથે મા ભારતીની,
પણ ચિંતા મને પુરી છે,
દેશના સીમાડા કાજે,
પિતાજી જાવું જરૂરી છે.
તું ચિંતા ના કર ને હું,
માસ્ક પણ પહેરીશ મને એ સબૂરી છે,
પણ તું ઘરમાં જ રેજે હો,
એજ બહુ જરૂરી છે.
જળહળતી આંખોના જવાબો આપીને,
ફરીશ્તાઓએ પગ ભર્યો,
આબાદ હિન્દુસ્તાન માટે,
સૌએ મળી સંકલ્પ કર્યો,
"અમે લડીશુ આપણે જીતીશું
સૌએ મળી રવનાદ કર્યો."