કોરોના અલગ જ નિશાનો
કોરોના અલગ જ નિશાનો

1 min

23.4K
છુપાઈ ગયેલા માણસો પાછળનો,
એક અલગ જ રાજ છે,
શહેર અને ગામડામાં લોકોનો,
એક અલગ જ નજારો છે.
દુનિયા પર કોરોનાનો,
એક અલગજ નિશાનો છે,
રોડ અને સોસાયટીમાં,
એક જુદોજ સન્નાટો છે.
ત્યાં આગળ પોલીસનો,
રોજનો વસવાટો છે,
દુનિયા પર કોરોનાનો,
એક અલગ જ નિશાનો છે.
ઉધોગો અને વાહનો બંધ હોવાથી,
વાતાવરણમાં કેટલો સુધારો છે,
ઘરમાં કેદ છે માનવી અને,
બહાર પ્રાણીઓનો ઘસારો છે.
દુનિયા પર કોરોનાનો,
એક અલગ જ નિશાનો છે,
તેની દવા કે ઈલાજ,
ના કોઈ શોધનારો છે.
તેની વચ્ચે એક જ ઉપાય,
સામાજિક દૂરીનો છે,
દુનિયા પર કોરોનાનો,
એક અલગ જ નિશાનો છે.