STORYMIRROR

Sudhir Datta

Others

4  

Sudhir Datta

Others

ખાલીપો

ખાલીપો

1 min
28.2K


ખાલીપાથી ખખડેલો છું
હું બંધ મકાનનો, ડેલો છું
 
ખુદને શોધવાની પાછળ હું,
બહુ જગ્યાએ ભટકેલો છું
 
કોણ હવે સાચવશે મુજને?
હું દોસ્તીનો હડસેલો છું
 
ખબર નહીં ફૂટીશ હું ક્યારે
ફુગ્ગાની જેમ ફૂલેલો છું
 
થોડો ઢાળ મળે વ્હેતો રહું
નિર્મળ પાણીનો રેલો છું
 
કોઈ પૂછે, મારા વિષે
તો કહેજો કે, બહુ ઘેલો છું
 
છું હમસફર ઘણાનો, કારણ
બેગ છુ, બિસ્તર છુ, થેલો છું
 
સાંભળવાનો મોકો આવે
તો સાંભળજો, હું છેલ્લો છું
 
સાવ અનોખી વાત લઈને,
લાઈનમાં હું ય ઉભેલો છું
 
 
 
 


Rate this content
Log in

More gujarati poem from Sudhir Datta