ખાલીપો
ખાલીપો
1 min
227
એક ખાલીપો હર રાત્રિએ સતાવે છે,
વળી તારા આવવાનો અંદાજ હસાવે છે,
એ કાંઈ અમસ્તુ થોડી રોવડાવે છે !
મને દર્દ આપી એ ગઝલ લખાવે છે,
દિલ ભોળું છે તો જાળમાં આવી જાય છે,
નહિતર કોઈ મજાલ કે છેતરાવે છે !
આંખોના કાજળે આંખ હસે છે,
આમ જ તો હર ભીનાશ છૂપાવે છે,
કલમના ઘા અને દુ:ખની દહાળ,
'અર્જ' બસ આમ જ મૌન બોલાવે છે.
