વર્ષા
વર્ષા
1 min
218
આભથી એ ફરિશ્તા રૂપે આવી છે,
મધૂર કંઠના એ મલ્હાર રાગે આવી છે,
હા ! એ ભીની આંખોને છૂપાવવા
પણ ઉદાસ અંતરના ભાગે આવી છે,
સૂકાઈ ગયેલા કંઠને ભીંજવવાના ઈરાદે,
વર્ષોનાં તરસ્યા મોરલાના સાદે આવી છે,
આઠ- આઠ મહિના ઈંતજાર પછી,
ખેડૂતોની મહેનતનાં પૂરાવે આવી છે,
હષોર્લ્લાસ અને આનંદ સાથે વર્ષા
આજે ભીના મોતી લઈ આંગણે આવી છે.
