STORYMIRROR

Bhairvi Maniyar

Children

3  

Bhairvi Maniyar

Children

જ્ઞાન થકી સફળતા પામું

જ્ઞાન થકી સફળતા પામું

1 min
252

મા મને ચોપડી અપાવ,

આજ મારે ભણવાને જાવું.

મા મને દફતર અપાવ,

આજ મારે ભણવાને જાવું.


મા મને કક્કો બોલાવ, 

આજ મારે ભણવાને જાવું.

મા મને પલાખાં લખાવ,

આજ મારે ભણવાને જાવું.


મા મને શબ્દો બોલાવ,

આજ મારે ભણવાને જાવું.

મા મને મહેનત કરાવ,

હવે મારે હોંશિયાર થાવું.


મા મને આશીષ તું આપ,

આજ હું ચોપડીઓ વાંચું.

મા મને ઝાઝું ભણાવ,

જ્ઞાન થકી સફળતા પામું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children