જિંદગી
જિંદગી
1 min
13.2K
એક ફરિયાદ છે, તારી સાથે એ જિંદગી,
આવ મારી અદાલતમાં તને સજા કરવી છે
ફરિયાદ છે કે તારા રસ્તા ખુબ બગડેલા છે,
તને મારા માર્ગ સરખા કરવાની ફરજ પાડવી છે
કેમ સંબંધોના તાંતણા આટલા ગુંચવાયેલા રાખે છે,
આ ગુંચવાયેલા તાંતણા ખોલવાની ફરજ પાડવી છે
તું મીઠી ચોકલેટ પ્રેમની ચટાડી ભાગી જાય છે,
તને ચોકલેટ આખી ખાવડાવાની ફરજ પાડવી છે
તું મૌન ધારણ કરીને બેઠી મારી સાથે છે
તને મારી સાથે સંવાદ સાધવાની ફરજ પાડવી છે,
