જિંદગી વીતી ગઈ....
જિંદગી વીતી ગઈ....
1 min
14.4K
જીવનમાં જિંદગી હતી એક..
ક્યાંક ખોવાઈ ગઈ..
ઈચ્છાઓ બટકી ગઈ વેરાયા ટુકડા...
સમેટ્યાં, ઉસેટયા એક ફાંસ ખૂંચી ગઈ..
ખારા જળની વાદળી આવી એક..
ગરજી..
વરસી..
રહી તરસી સંવેદનાઓ સુકાઈ ગઈ..
સપનાઓ પોઢી ગયા ઢંઢોળી..
જગાડી..ઉઠાડ્યા ત્યાં જિંદગી વીતી ગઈ..!
જડી'તી એકદિન ઘડીક...
ઓળખ્યા...
સમજ્યા...
ત્યાં એ 'તક' હતી સરી ગઈ..
મળ્યો દુર્લભ આ માનવ દેહ જીવ્યા...
ન માણ્યા...
ન જાણ્યા...
કરી કમાણી એળે ગઈ...
