રોપો
રોપો
1 min
325
એમ પરાયા ઘેર દીકરી સોંપાણી
ચાના બગીચે જાણે માંડવી રોપાણી,
કટકો કાળજા તણો
જીવથી વ્હાલો ઘણો
લૈ' ચાલ્યો પરદેશી પરોણો
ખુશીઓની ધારાએ આંખલડી ભીંજાણી
ચાના બગીચે જાણે...
ધીરજની માટી ને,
સમજણના ખાતર,
મમતાની ધારાને સિચંતું પાતર
નવતર વસંતની નવલી ઉજાણી
ચાના બગીચે જાણે..
ભૂલવું, ખુલવું ને
વળી ખીલવું
સામા વીંજણીયે ઝઝૂમવું
દુનિયદારીની રીત સહુ જાણી
ચાના બગીચે જાણે..
ઋતુઓનું ચકર ફરતું
સાથે જીવતર સરકતું
હૈયું વીતેલી વાટે અટકતું
અધકચરા ઓરતાની પુરી કહાણી
ચાના બગીચે જાણે માંડવી રોપાણી.
