જે થયું તે સારું થયું
જે થયું તે સારું થયું
અચાનક જ તબિયત લથડતાં,
છ મહિના બેડરેસ્ટ રહી ત્યારે
કોણ પોતાનું ને કોણ પારકું
એ પરખાઈ ગયું,
ચલો જે થયું તે સારું થયું,
દીકરાના લગ્ન લીધાં ત્યારે,
કોઈ પૂછવા પણ ન આવ્યું
ભાવના એકલ પંડે દોડતી રહી
ચલો જે થયું તે સારું થયું,
કોરોના મહામારીમાં તકલીફ પડી,
ત્યારે સંબંધીઓ ભાષણો આપ્યા
રૂપિયા ને અન્ન બચાવવું જોઈએ
ચાલો જે થયું તે સારું થયું,
દીકરાએ પિતા માટે શોપ કરી,
ઈર્ષાળુ બોલ્યા ખોટાં રૂપિયા બગાડે છે
ન ખુશ થયાં કે ન હિંમત આપી
ચલો જે થયું તે સારું થયું,
કેરિયર એન્ડવ્યોર કલાસીસ કર્યા,
મુખ પર મર્માળુ મીઠું બોલ્યા
તમાશો કેવો થાય એ જ જોવું છે
ચલો જે થયું તે સારું થયું.