STORYMIRROR

Jaimin Thakkar

Others

3  

Jaimin Thakkar

Others

‘હું’ લખાયો છું

‘હું’ લખાયો છું

1 min
26.4K


જીવનભર હું અનુભવ લઈ ઘડાયો છું,

છતાં સમજાયું ના, ક્યાં છેતરાયો છું ?


જગત સાથે ફક્ત છે એટલું સગપણ,

પડ્યો ખપ, એ મુજબ ત્યાં વેતરાયો છું.


ઉઠાવે દુશ્મનો હથિયાર, ક્યાં ડર છે ?

સ્વજનના બોલથી હરપળ ઘવાયો છું.


કહું પણ કઈ રીતે કે આપ છો અંગત ?

અહીં તો હું જ મારાથી પરાયો છું.


ગઝલ તો માત્ર નામ જ છે, કહું સાચું ?

શબદ થઈ કાગળે ખુદ ‘હું’ લખાયો છું.


‘પથિક’ છું ને ખબર છે માર્ગની તોયે,

હું કોઈના ઈશારે દોરવાયો છું.


Rate this content
Log in