STORYMIRROR

Swati Shah

Others

3  

Swati Shah

Others

હાયકુ સંગ્રહ

હાયકુ સંગ્રહ

1 min
28.8K


૧)

વરસી શક્યો
ન, હું મન મુકીને
સૂરજ તળે.

૨)

મૈત્રી તોડાવે

નહીં, એ જ મર્મ તો

મૈત્રી શબ્દનો

૩)

ઝાપટું પડ્યું

પણ ભીંજાઈ

નહિ કોરી ધાકોર

૪)

ઝંખું હંમેશા

સમજે મને કોઈ

એકાંત પળે

૫)

ઝાકળ બની

હું પડી નીચે, પણ

ઠંડક આપી!!!

૬)

શિબિર માંહે

છલકાયું હૈયું ને

મળ્યો ભંડાર

૭)

હાયકુ તુજ

પીંજણ કરું હું જ

પામવા મર્મ

૮)

માવઠું પડ્યું

ખેડું પર રેલાયું

પાણી દુઃખનું

૯)

વસંત આવી

ઉર માંહે સમાવી

યાદી તમારી

૧૦)

કાપે જે વૃક્ષ

તડપે છે ધરતી

ભોગવે તેજ

૧૧)

ઝરમર વર્ષા છે

તેજ તડકો

હૈયે મેઘધનુષ.

૧૨)

એ યાદ તારી

દિવાનગી હતી કે

સ્વપ્ન તારું.

૧૩)

સંસાર મુક્તિથી

પ્રભુ માયામાં

અટવાઈ મનથી.

 


Rate this content
Log in