STORYMIRROR

Swati Shah

Others

3  

Swati Shah

Others

અભ્યર્થના

અભ્યર્થના

1 min
14K


ખોળામાં હાલરડું ગાઈ  સુવડાવતી,
ઘરકામ પતાવી આંગળી પકડી શાળાએ દોરતી,
સમય આવે રસોડું ચીંધતી એ મા,
સંસ્કાર સિંચન કર્યું ,
ભલે પાછળ લાગે પિતાનું નામ,
પણ "બાપનું નામ રોશન કરજે" તે શીખવતી મા.

ગુણ વાવી, જનમ આપી પાણી સીંચ્યું પ્રેમનું તેં,
બનાવી મુજને વેલડી, વળાવી સાસર વૃક્ષ ને,
ગર્વભેર સહુ કહે દીકરી તો મા તણી,
હે મા, તુજ આભાર માનું કેટલો,
અર્પણ કરું મુજ કૃતિને,
જન્મોજન્મ તારે પેટ અવતરું એજ અભ્યર્થના મા...


Rate this content
Log in