હાઇકુ
હાઇકુ
1 min
13.4K
1)
ગામ પ્રવેશું
વ્હાલ વરસાવતું
ખેતર બાઝે
2)
વ્હાલથી ભેટે
હૂંફાળું આલિંગન
ઉંબર કૂદી
3)
રડતી આંખે
દિવસભર ચાલે
મૌન સંવાદ
4)
શાંત જળમાં
પગ એક મૂકુંને
તરંગ ગઢ
5)
દરિયો ચૂમે
ભીંજેલી રેત પર
નામ વહાલું
6)
ખરતો તારો
આકાશ ઝળહળ
શાશ્વત સુખ
7)
પોષી પૂનમ
વગડો ગાંડોતૂર
ચાંદની કાજે
