feeling teased loved
feeling teased loved
તરફડતી તિરાડમાંથી ચાંદ દેખાયો,
અટુલો વિરહી મારો અંશ દેખાયો.
ચાંદ ચાંદનીની મધુર જોડી,
ઠઠ્ઠા મશ્કરી સૂઝી ચાંદનીને,
સંતાકૂકડી ચાંદની રમે,
હસતી વાદળો સાથે મળી.
ચાંદ ના સમજ્યો હસીટીખળ,
વિરહી ચાંદને ચાંદની સતાવે,
બળતો પ્રેમી ચાંદ રોજ અંદર,
ઘટતો ચાંદ રડતો રાત ભર.
મોસમે બદલ્યો મિજાજ,
મળ્યો ચાંદને કુદરતનો સાથ,
થયી મેઘાની મતવાલી મહેર,
થયો વિજળીનો કડાકો ભારી.
ડરતી ચાંદની માંગે શરણ,
ચાંદની કરગરે પોકારે ચાંદને,
હવે વારો ચાંદનો આવ્યો,
છુપાયો કાળા વાદળ પાછળ.
ફેંક્યો પડકાર શોધી લે મને,
નારાજ ચાંદને શોધે પ્રેમીકા,
ચાંદની માંગે માફી ફરી ફરી,
નહિ સતાવું કહેતી કરગરી.
ડરતી ચાંદની માંગે શરણ,
ચાંદની કરગરે ચાંદને,
વસાવી લે આંખો મહીં,
આશ્લેષમાંથી નહીં છૂટું
કરગરે થથરી થથરી.
વારો ચાંદનો આવ્યો છે,
વિરહી ચાંદે ઝટ કરી માફ,
ભેટી ચાંદને ચાંદની વાદળમાં સરકી,
ચાંદ ચાંદનીનું અનોખું મિલન.
પડવેથી પૂનમ જેમ ખીલ્યું
હેતે આખું ગગન વરસ્યું.

