એટલું કરજે...!
એટલું કરજે...!
1 min
26.8K
મારાથી ગઝલ લખાય એટલું કરજે,
બાગમાં ફૂલો સૂંઘાય એટલું કરજે.
કાચમાં થઈ આવજે પાછી આંખમાં,
પીંછીના ટેરવે અવાય એટલું કરજે.
કોરા કાગળ ઉડી હાથમાં આવે છે,
તારું સરનામું વંચાય એટલું કરજે.
પડછાયો બધી છાપ લપેટતો જતો,
છાપ ગહેરી છપાય એટલું કરજે.
સારું થયું "રાગ" મારું ધ્યાન ગયું,
પણ હજી તે સંતાય એટલું કરજે.
