અત્તરની શીશીમાં ગુલાબ
અત્તરની શીશીમાં ગુલાબ
1 min
12.7K
અત્તરની શીશીમાં ગુલાબ ખોવાયું,
આજ સુવાસ જેવું કાંક ફેલાયું.
વાદળી એ બાંધ્યો છે પાટો,
તે જ, આમતેમ લાગે સન્નાટો,
યાદોનું મધ દિલમાં ઢોળાયું,
આજ સુવાસ જેવું કાંક ફેલાયું.
સાજણ આવીને કૂંપળ ફૂટી,
વાદળી આંધી બનીને તૂટી.
મોજું દોડી રેતીમાં આવી છુપાયું,
આજ સુવાસ જેવું કાંક ફેલાયું.
