Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amit Pathak

Others

4.7  

Amit Pathak

Others

એક શમી સાંજ

એક શમી સાંજ

1 min
452


એક શમી સાંજ હો,

આછી આછી સંધ્યા હો,

દરિયા કિનારો અને

બસ તારો સાથ હો;


મધુર સ્મિત,

ભીંજાતી લાગણીઓ,

નાહકનું શરમાવું,

અને હાથમાં જાણે,

પહેલી વાર તારો હાથ હો;


થોડા મૃદુ સપના કાલના,

થોડું મનન ગયી કાલનું,

થોડી જરા રિક-ઝીક આજની,

અરસ પરસનું હોવું સવાલનું;


એક્દુમ શાંત આસ- પાસ બધું,

ઝુકતી આંખોથી બોલવું,

વિચારોમાં ડોલવું,

અને ખુશીમાં ઉભરતું,

એ ખંજન ગાલનું,


હો સાથે તું અને એ લાબું અંતર,

બસ તું હું અને સામે અફાટ સમંદર,

એક તરફ રણ બીજે હાથે જળ

અને ઉપર તારલાઓની

ચમકતી હો ચાદર;


મૌનથી બોલતા શબ્દો બે-ચાર,

મૌનથી હું તને સાંભળું અપાર,

બસ મૌનજ ગુંજતું હો આસ-પાસ,

અને શ્વાસોની હો ઉતાર- ચડાવ સદંતર,


બસ, એક શમી સાંજ,

આથમતી સંધ્યા,

દરિયા કિનારો,

તું- હું અને એ હાસ્ય,


નટખટ ચાલ,

તારું મારી સાથે હોવું,

થોડું શરમાવું,

નજાકતથી જોવું,

થોડું કરગરવું- થોડું શણગારવું,


ક્યારેક તાડપવું જરા સરખું સરકવુ,

મારે તને અને તારે મને

એમ પ્રેમથી સમજવું


અને બસ એ જ

મૌન શાંત એકાંત

ઓત- પ્રોત

લીન-તલ્લીન.


Rate this content
Log in