STORYMIRROR

Amit Pathak

Children Stories Drama

4.0  

Amit Pathak

Children Stories Drama

જે ચેતન છે એ ભીંજાય છે

જે ચેતન છે એ ભીંજાય છે

2 mins
272


એ કહે છે...

જે જડ છે એ પલળે છે;

જે ચેતન છે એ ભીંજાય છે,

ચેતન છે એ લાગણીશીલ છે -ભીંજાય છે,


મારી છત્રી વરસાદ માં રહીને પલળે છે;

હું છત્રી ની અંદર રહીને પણ ભીંજાઉં છું,

તો આ વૃક્ષ!!

એ ભીંજાશે કે પલળશે!

એ એક જ જગ્યાએ જડ ની જેમ ઉભું છે

પણ ચેતન છે,

કુંપણ-છોડ-થડ અને પછી વૃક્ષ,

વૃક્ષ ઊગે છે, વધે છે અને ફેલાય પણ છે;

પંખીઓ ના માળા ને લઇ મસ્ત પવન માં રેલાય પણ છે;

આથી કહેવાય કે વૃક્ષ ભીંજાય છે,


હું રહેવા આવ્યો એ પહેલા મારું મકાન પલળતું હતું;

દરવાજો, બારી, કોટો અને ઓટલો બધું પલળતું હતું,

હવે હું રહું છું- ટેવાઉં છું,

ઘર પણ મારી સાથે ટેવાય છે;

તો હું કહી શકું કે હવે મારું ઘર પણ ભીંજાય છે!

હવે તો દરવાજો ભીંજાય, ડોર મેટ ભીંજાય;

બાજુ માં પડેલા જોડા ભીંજાય

અરે બાંધેલા પડદાં સુદ્ધાં ભીંજાય છે,

પહેલા એ જડ હતું- પલળતું હતું;

હવે હું આવ્યો- ચેતના આવી એટલે ભીંજાય છે

,


અટલો વરસાદ,

બધે જ પાણી પાણી - ગળા ડૂબ પાણી,

બધું વહે છે- તણાય છે, પણ;

શહેર કદી ભીંજાતું કેમ નથી!

પલળતું પણ નથી!

શહેર માં તો કેટલી વસ્તી છે,

અને એમાં પણ અનેક તો ઘણી મોટી હસ્તી છે;

તો એ બધા ચેતન છે કે જડ છે?

તો શું આ શહેર એક સમન્વય એટલે જડ-ચેતન છે!

શું બધા જ રહીશો લાગણી શૂન્ય થયા હશે!;

લગભગ બાળપણમાં તો એ પણ કદી ભીંજાયા હશે,

હવે એ પલળે, એમના કોટ પલળે,

છત્રી પલળે અને એમની ગાડી પણ પલળે;


એટલે લગભગ શહેર ના રસ્તા પણ પલળે છે;

ગામ ના કાચા રસ્તા ની માટી ભીંજાય છે,

વરસાદ માં ભીની માટી ની સુગાંધ આવે છે;

પણ ક્યારેય પલળેલી માટી નથી હોતી,

સિમેન્ટ પલળે પણ માટી ભીંજાય છે;


માણસ નું મન ભીંજાય છે;

કેમ કે એ ચેતન છે- લાગણીશીલ છે,

મગજ બધું પલળતા જોવે છે;

કદાચ એ લાગણીહીન છે,


એટલે જ તો એ કહે છે જે જડ છે એ પલળે છે;

જે ચેતન છે એ ભીંજાય છે!!


Rate this content
Log in