એક આસ્થા વસંતની
એક આસ્થા વસંતની
1 min
14K
વરસાદનું થયું આગમન ને વાત ભીંજાઈ ગઈ
સપનાની સાથે ક્યારે આપણી દોસ્તી બંધાઈ ગઈ
જોવાનું શું રહ્યું હવે આજે આપણે આ કુદરતનું
ભીનાશ માટીમાં વરસાદની સુગંધ રેલાઈ ગઈ
એવા પણ વિચારો હશે ક્યાંક ફૂલોની આ સુગંધમાં
હવા ઉજાસમાં આ ફોરમની કવિતા ફેલાઈ ગઈ
તડકાનો વ્યવહાર કેવો લાગે છે સુંદર રાતને
પૂનમમાં પણ હસતા ચાંદાની ખુશ્બુ છવાઈ ગઈ
સમય જ્યાં રમતો હોય અમસ્થા ખુદાના “સાનિધ્ય”માં
આસ્થા વસંતની પાનખરમાં ફરી વહેચાઈ ગઈ
