આનંદ અલગ હતો
આનંદ અલગ હતો

1 min

7.0K
સપનાના બંગલામાં રહેવાનો આનંદ અલગ હતો,
પડછાયો હતો સાથે છતાં મળવાનો આનંદ અલગ હતો.
વસંતના દિવસો ઘણા વિતાવ્યા દોસ્તો વગરની યાદમાં,
એટલે જ તો સુદામાને ભેટવાનો આનંદ અલગ હતો.
ખરેખર સતાવી રહી છે મને વર્તમાનની આ જિંદગી,
એટલે જ તો બાળપણમાં પડવાનો આનંદ અલગ હતો.
સમય નથી ક્યાંક શ્વાસ લેવાનો થાક ભરી જિંદગીમાં,
એટલે જ તો કુદરત સાથે રમવાનો આનંદ અલગ હતો.
વિચારનો હોય જ્યાં એક સંકલ્પ ભગવાનના 'સાનિધ્ય'માં,
એટલે જ તો મને પ્રાર્થના કરવાનો આનંદ અલગ હતો.