એ પણ એક સવાલ છે
એ પણ એક સવાલ છે

1 min

90
જીવનમાં કેટલાય લોકો આવે છે,
ને કેટલાય જાય છે,
પણ જેટલા લોકો રહે છે,
એ શા માટે રહે છે ?
એ પણ એક સવાલ છે.
આપણને ઓળખતાં હોય ઘણા,
પણ જાણે છે કેટલા ?
એ પણ એક સવાલ છે.
ખુશ રહો કહેનારા ઘણા છે,
પણ આપણી ખુશીથી કે દુઃખથી,
ફરક કેટલાને પડે છે ?
એ પણ એક સવાલ છે.
લાંબા આયુષ્યના આશીર્વાદ ઘણા આપે છે,
પણ આપણા ન રહેવાથી કે મૃત્યુથી,
ફરક કેટલાને પડે છે ?
એ પણ એક સવાલ છે.
તારા આંસુ નથી જોવાતા,
પણ આંસુ લુછવા કેટલાં આવે છે ?
એ પણ એક સવાલ છે.
તારી યાદ આવે છે,
એવું કહેનારા ઘણા છે,
પણ ખરેખર યાદ કોણ કરે છે ?
એ પણ એક સવાલ છે.
તને પ્રેમ કરું છું એવું કહેનાર કોઈ મળે છે,
પણ ખરેખર એ પ્રેમ કરે છે ?
એ પણ એક સવાલ છે.