એ ભરોસો
એ ભરોસો
આવે દુશ્મનો તોફાન બનીને કે આવે આંધી બનીને,
ભરોસો છે આપણી એકતાનો સાથે રહીશું એક બનીને.
મા ભોમ કાજે કૂદી હું જઉં અગન હોય કે પાણી,
આપણી એકતાના બળનું દુશ્મનોને બતાવું પાણી.
વતનની શ્વાસને ઉચ્છવાસ સંગ પ્રીત કરી છે એવી,
આપણાં દિલડાંની વાત ન બોલતાં
ગનથી સમજાવું એવી.
આપણે પણ જાણીયે નહીં એવી આ દુશ્મનોની ચાલ છે,
એમની ચાલમાં તોફાનના એંધાણ વર્તાય છે.
ભૂલી જાય કે યાદ કરે પરવા નથી વતન માટે ફના થવું છે,
લહુ રગરગમાં દેશ માટે જ વહે છે એ ભરોસો છે.
