ધૂન લાગી
ધૂન લાગી
1 min
6
ધૂન લાગી તારી ચેહર મા,
અંતરની ભાવના જાગી મા,
શ્વાસે શ્વાસે રટણ ચેહર મા,
દિલની ધડકન જપે ચેહર મા,
આ જગત છે સ્વાર્થી મા,
તારા વિના આધાર નથી મા,
કહેનારા પછી ફરી જાય મા,
સ્વાર્થ સરે દે ધક્કો મા,
એક સાચું સુખ તારું શરણું મા,
ચેહર મા તું જ એક સહારો મા,
હરતાં ફરતાં તારું નામ દઉં મા,
મારે નહીં પણ તારે તું મા,
રૂપિયાના મોહમાં બદલાઈ ગયાં
ખરાબ સમયે તને પોકારે મા,
અંતરથી ભજીએ ચેહર મા,
એક તારું નામ આનંદ અપાવે મા.