STORYMIRROR

Ramesh Parekh

Others

0  

Ramesh Parekh

Others

ડોશી હાડકામાં ભળભાંખળાનું કાચુ

ડોશી હાડકામાં ભળભાંખળાનું કાચુ

1 min
350


ડોશી હાડકામાં ભળભાંખળાનું કાચું અંધારૂ મમળાવે

પ્રભાતિયાંમાં ઘરડી જીભ ઝબોળે

નાવણનાં પાણીમાં ગંગા-જમનાનાં પુણ્ય ફંફોસે

પૂજામાં લાલાને કરચલિયાળ ચામડીનો ઉપરણો ધરે.

માગણનાં ખલતામાં વાડકો એક ઘ્રુજારી ઠાલવે.

ગાયકૂતરાને બીક ચોપડેલી ચાનકી નીરે.

ઊગતા સૂરજને ઝાંખાં ઝળઝળિયાંથી વાદે

ઘરને છીંકણીના સડાકામાં મૂંગી મૂંગી ભોગવે

ગળા નીચે ઊતરી ગયેલી વાચાનો વાછૂટમાં મોક્ષ કરે

આખ્ખું જીવતર બીજાઓના ભોગવટામાં ભાળે

જગતભરની એકલતા ઉપાડી-

વાંકી વળી ગયેલી પોતાની પીઠ અઢેલવાને

ફળિયાની ધૂળમાં શોધે ખોવાયેલા ડોસાને.


Rate this content
Log in