STORYMIRROR

Jayant Rathod

Others

2  

Jayant Rathod

Others

છોરાનું ગીત

છોરાનું ગીત

1 min
14.2K


તને સોળમું બેઠાનું કઈ ભાન,
તારી ચાલમાં આ શેનું ગુમાન? એય છોરી!

તારા કમખાને તો બાંધ કંસુઓ તાણી
ઓણ તો મેળાનો ભારે કાંઈ ઉમંગ,
ભેદ ખુલ્યા શમણાના સખીયો ને સંગ, એય છોરી!

તારા દલડાની કુંચી ક્યાં ખોવાણી?
કાં તારા છુંદણાનાં મોર ટહુક્યા?
જ્યાં એની પાઘડીના ફૂમતા ફરક્યા. એય છોરી!

તારી આંખના અમલનો થયો એ બંધાણી.
તારી રગ પર મેલ્યો છે એણે હાથ,
આમ ધમણ કાં થાય તારા શ્વાસ? એય છોરી!

તારું દરદ કયાંક જાય ના એ પિછાણી.


Rate this content
Log in