STORYMIRROR

Dr. Mukesh Joshi

Others

3  

Dr. Mukesh Joshi

Others

ભટકી ગયો છું

ભટકી ગયો છું

1 min
25.4K


સહેજ આગળ જઈ પછી અટકી ગયો છું,

તે છતાંયે કેટલો ખટકી ગયો છું ?


સાવ નક્કર વાસ્તવિકતાઓ વખોડી,

કલ્પનાની ડાળ પર લટકી ગયો છું.


લાશ જ્યારે પણ થયો છું આદમીની,

હું કીડી માફક મને ચટકી ગયો છું.


છે, હજુ પણ છે, ઘણી એવી ય વાતો,

હાથતાળી દઈ મને છટકી ગયો છું.


જાય છે બે–બે દિશામાં કેમ રસ્તો ?

માર્ગ પર છું, ને છતાં ભટકી ગયો છું.


Rate this content
Log in

More gujarati poem from Dr. Mukesh Joshi