Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Virendrasinh Jadeja

Inspirational

4  

Virendrasinh Jadeja

Inspirational

ભગવાન

ભગવાન

1 min
337


દેખી સંતાપ ભારતમાં લોકોના હવે મારે સ્વર્ગ સીધાવું,

ભગવાન કહે મારે ભારત છોડીને ભાગી જાવું,


ચુંટણીનાં શોર મહી પડઘમના ઘોર મહી,            

જુઠ્ઠા નેતાઓની જીભે ધર્મના નામે મારે નથી વેચાવું, 

ભગવાન કહે મારે ભારત છોડીને ભાગી જાવું,


શબરીના બોર ચાખી સાવિત્રીના દેશમાં હવે ક્યાં રહેવું,

કોલેજીયનોના જીન્સ પેન્ટ ટોપ ટીશર્ટથી અંજાઈ જાવું, 

ભગવાન કહે મારે ભારત છોડીને ભાગી જાવું,


ભગવાન સમાન આચાર્ય દેવો ભવના મંત્રમય દેશમાં,   

ગુરુની ગરિમા જાણે વેદીયાની વાતુ લાગતું મને એવું, 

ભગવાન કહે મારે ભારત છોડીને ભાગી જાવું,


છે તમન્ના હવે મારી બને 'ભારત વર્ષ' ફરી 'વીર'

 કહે એ તમન્નાના પથ્થર પર પાણી બની ને મારે નથી રેડાવું,  

ભગવાન કહે મારે ભારત છોડીને ભાગી જાવું.


Rate this content
Log in

More gujarati poem from Virendrasinh Jadeja