Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SILHAR SWATI

Romance Tragedy

3  

SILHAR SWATI

Romance Tragedy

ભાવ-અભાવ

ભાવ-અભાવ

1 min
27

એ ચાની ચૂસકી 

એ વરસતો વરસાદ 

એ ગમતીલો સાથ...

એ દરિયા કિનારો 

એ ઢળતી સાંજ 

મારા હાથમાં તારો હાથ...

એ હિંચકાની ઠેસ 

એ બગીચાનો લીલોછમ વેશ 

એ રેડિયો પર વાગતા 

ગીતનો ગણગણાટ...

એ ઝાકળભીની સવાર 

એ મોર્નિંગ વોકની લટાર 

અજાણતા થઈ જતો 

તારા સ્પર્શનો આસ્વાદ...

એ અધૂરી લાગતી વાતો

એ ઓછી પડતી મુલાકાતો 

આંખમાં આંખ મળતા 

હૃદયે ચૂકેલો એક ધબકાર...

એ કાતિલ ઠંડી 

એ હૂંફાળી રાત 

ગરમ શ્વાસો વચ્ચે 

રચાયેલો સંવાદ...

એ જીવનનો દસ્તાવેજ જેમાં

હકદારમાં એકબીજાનું નામ... 

સમય વીતતા સર્જી બેઠા 

માલિકીપણાનો ભાવ...

સંબંધમાં વર્તાય છે હવે જે 

એ આ તમામ બાબતોનો અભાવ.

Rate this content
Log in

More gujarati poem from SILHAR SWATI