બેસી નિરાંતે બસ
બેસી નિરાંતે બસ
1 min
27.2K
બેસી નિરાંતે બસ બધાની વાત સાંભળી,
તારા વિષે મેં કૈ મજાની વાત સાંભળી .
અંધાર ઓઢી બારણે ઠરતી રહી ક્ષણો,
ખુલ્યા નહીં દ્વારો હવાની વાત સાંભળી.
ચોંકી ગયો વગડો અને ફફડી ગયા વૃક્ષો,
ટોળે વળેલા ઝાંઝવાની વાત સાંભળી.
પાગલ પવનને અવગણી પાછા વળી વળી,
વરસી ગયા વાદળ ઘટાની વાત સાંભળી.
બોલો નહીં કૈ ઘેનમાં ડૂબી જવા વિશે,
ચડશે નશો અમને નશાની વાત સાંભળી.
