Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Bhargavi Pandya

Others Romance


3  

Bhargavi Pandya

Others Romance


અંધાર ઘૂંટ્યા ઓરડે

અંધાર ઘૂંટ્યા ઓરડે

1 min 13.5K 1 min 13.5K

અંધાર ઘૂંટ્યા ઓરડે શું પીગળે વરસાદમાં,

છાલક થઈને ભીંજવે છે હરપળે વરસાદમાં.


આ હાથમાં ફોરાં ઝીલું, ઊગી ગયું છે વૃક્ષ ત્યાં,

હોવાપણાના છાંયડે બે જણ મળે વરસાદમાં.


તારી પ્રતીક્ષા સાદ પાડે નેજવેથી આંખના,

તું આવશે એ સ્વપ્નમાં શું ઓગળે વરસાદમાં.


રેઈનકોટ થી ઢાંકતા અસ્તિત્વનો આ દેશ છે,

અરમાન લીલાછમ થઈ ત્યાં નીકળે વરસાદમાં.


ઝરમર ઝીણો વરસે પછી તડકો હસીને ન્હાય છે,

ઊઘાડ કેવો પ્રેમનો જો ઝળહળે વરસાદમાં.


Rate this content
Log in