Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Bhargavi Pandya

Others


3  

Bhargavi Pandya

Others


શ્વાસોનાં મણકા

શ્વાસોનાં મણકા

1 min 14.1K 1 min 14.1K

પોતાની ઇચ્છાઓને રોજ સવારે
ફૂંકી ફૂંકીને
એ ઘરને જગાડતી.
થોડી વ્હાલપ અને
થોડી મમતા પાલવે બાંધી,
એ તુલસીક્યારે કુટુંબને સિંચતી.
પત્ની-પૂત્રવધૂ તો એ ખરી જ
પણ 'મા'નાં કિરદારમાં તો એ
બાખૂબી મા જ હોય.
સંકોરતી રહી એ પોતાની અને
ઘરની લાજને આજીવન હળવે હળવે.
આખું ઘર ઉછેરવામાં
આખરે એ વૃદ્ધત્વને આરે
જરાક વહેલી જ...
ઝળઝળિયાની ઝાંખપે હવે,
ટેરવે મણકા ફરે છે શ્વાસોના.


Rate this content
Log in