STORYMIRROR

Gaurav S Kaintura

Others

3  

Gaurav S Kaintura

Others

આવી રે દિવાળી

આવી રે દિવાળી

1 min
25.2K


જૂવો ને જૂવો મારા વ્હાલા પધાર્યા

આવ્યા ને ઘેર મારા રામ

દીપ પ્રગટાવી ને રંગોળી બનાવી ને

વાલમ વધાવો ધૂમ ધામ

વાલમ વધાવો ધૂમ ધામ


આવી ને આવી રે દિવાળી

સખી આજ આવી ને આવી રે દિવાળી

આવી ને આવી રે દિવાળી

સખી આજ આવી ને આવી રે દિવાળી


ઓ મારા વ્હાલા ને નીરખી મૈ વારી

સખી આજ આવી ને આવી રે દિવાળી


સુંદર નૈન બસે ઉર માંહીં

ડોલત ચંદ્ર ખુમારી

સખી આજ આવી ને આવી રે દિવાળી


માથ મનોહર પાઘ હૈ શોભત

ભ્રુકુટી ધનુષ આકારી

સખી આજ આવી ને આવી રે દિવાળી


બાજા નાગાડા અને શરણાઈ બજાડી

હાલો વધાવો વનમાળી

સખી આજ આવી ને આવી રે દિવાળી


દાસ કહે પ્રભુ નાથની શોભા

અંતર મન માં વિચારી

સખી આજ આવી ને આવી રે દિવાળી


Rate this content
Log in

More gujarati poem from Gaurav S Kaintura