આનંદ ધૂળેટીનો
આનંદ ધૂળેટીનો
1 min
5
આનંદ તો ધૂળેટીનો અનેરો છવાયો છે,
ગોરના કૂવે માવડી રંગોત્સવ ઉજવે છે,
લાલ,પીળો, ગુલાબી રંગે માતા રમે છે,
નવદુર્ગા ભરી પિચકારી મારી હસે છે,
ભાવના રંગોથી ચાચર ચોક રંગાયો છે,
મેઘધનુષના રંગો જાણે શોભી રહ્યાં છે,
દેવીઓનાં આનંદથી ધરતીમા ખુશ છે,
આકાશમાંથી દેવો પુષ્પો વરસાવે છે,
ધૂળેટી પર્વની ઉજવણી રંગે રંગાઈ છે,
ચેહર માનાં મુખ પર સ્મિત રમી રહ્યું છે.