STORYMIRROR

Naren Sonar

Others

2  

Naren Sonar

Others

આમ તો એ શાંત સહજ હોય છે !

આમ તો એ શાંત સહજ હોય છે !

2 mins
3K


આમ તો એ શાંત સહજ હોય છે!
ભારોભાર ઋજુતાથી ભરેલો હોય છે!

પણ કોણ જાણે કેમ?
એ સહજમાંથી અચાનક જ સ્વાર્થી થયો!

અરે એની આંખોમાં અતિશય લાલાશ હતી!
ઉકળતા ચરુ જેવો એ અતિશય હતો!

એના પ્રત્યેક સ્પર્શ થકી એ મને દઝાડી રહ્યો હતો!
એનો આક્રંદ ભરેલો આક્રોશ ચરમસીમાએ હતો!

ઋજુતાથી ભરેલો એ સાવ બરછટ નફ્ફ્ટ બની ગયો હતો!
એની ભીંસમાં પ્રચંડ બળ એ ખૂબ ઝડપથી ઉમેરી રહ્યો હતો!

થયું કે જાણે હમણાં જ હતી ન હતી થઈ જઈશ!
વેદનાથી ધગધગતો એક ભ્રમિત કરી મૂકતો આવેગ હતો!

લાગણીથી તો એ સાવ બળીને ખાક થઈ ગયો હતો!
એક અદ્રશ્ય વેદનાથી એ કણસતો હતો!

એને શાંત પાડવાનો મારો બધો જ પરિશ્રમ વ્યર્થ હતો!
એના સમસ્ત અસ્તિત્વમાં નિસ્વાર્થ લાલશાનો અતૃપ્ત પ્રભાવ હતો!

સદાકાળ મારા માટે વિશેષ રહેતો પણ એ આવ્યો ત્યારે શેષ હતો!
કઇંક ગુમાવી ચૂક્યાનો વસવસાથી ત્રસ્ત હતો!

ધીમે ધીમે એ મારામાં  ઓગળી રહ્યો હતો!
એને કંઇક પ્રેમ જેવું જોઈતુ તું!

પણ એનાથી એ અકળ હતો!
ને એટલે જ એ આકુળ વ્યાકુળ હતો!

એને જોઈતું એને મેં નિસંદેહ આપ્યુતું!
એની અપેક્ષાથી વધુ ને જાતથી પર જઈને સર્વસ્વ સોપ્યુંતું!

એના શાંત થયેલા આવેગ પરથી મને થયું જ!
કે આવા બધા જ નરદાવાનળ સ્નેહાલીન્ગનથી જ શાંત થતા હશે?

રાત્રીનો ત્રીજો પહેર પેસારો કરી ચુક્યો હતો!
હું જાગી રહી હતી!

એના આક્રંદ,આક્રોશ અને એના બરછટ સ્પર્શ ક્રીડાઓને મમળાવી રહી હતી!
ને એ સાવ માસુમ નિદ્રામય!

ક્યારેક તો ઉગી નીકળશે જ એ આશયથી જાત જેવું ઘણુબધું રોપ્યુતું!
પણ એ વ્યાકુળ હરણ જેવો હરણફાળ ભરતો આવ્યો!

એના અતિશય હર્ષમાં સંવેદનાત્મક સ્પર્શ જેવું લાવ્યો!
એને મને કંઇક આપવા કરતાં કંઇક રોપવું તું 
મારી અસ્તિત્વમય ધરામાં ઊગવુંતું!


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍