આજે સ્થાપન છે
આજે સ્થાપન છે
1 min
196
આજે પિતૃ અમાસ ને રવિવાર છે,
આજે ચેહર માતાનું સ્થાપન છે,
આજે અડાલજમાં જ્વારા વવાય છે,
દાળ, ભાત, શાક, કંસાર ધરાવાય છે,
માનાં મંદિર શણગારવામાં આવ્યાં છે,
નવરાત્રીનો ઉત્સવ ચારેકોર છવાયો છે,
ગોરના કૂવે દૈદિપ્યમાન સમી શોભા છે,
ભક્તોના હૈયામાં અનેરો આનંદ થયો છે,
ભાવના ગુણગાન શબ્દો થકી વર્ણવે છે,
ચેહર મા કુમકુમ પગલે પગલે આવે છે.