પ્રેમ
પ્રેમ
પ્રેમ શું છે વસ્તુ ;
ક્યારેક જતાવી ને તો જો...
છે એક રાઝ મારાં દિલમાં,
એ બતાવી ને તો જો...
કિંમતી ભેટોના રિવાજ તો,
નિભાવવાના જ છે !
ફક્ત એક જ જાન છે એ પણ,
લૂંટાવી તો જો...
આકાશમાં ચાંદ ફિક્કો થવા લાગ્યો,
છે આજકાલ !
જો હોઈ છૂટ તો તારું ઘૂંઘટ,
હટાવી ને તો જો...
પ્રેમનો સ્વાદ ઘટી રહ્યો છે,
જીવનમાં,
વધી જશે આ સ્વાદ,
જરાં તને સતાવી તો જો..
