Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#SM Boss

SEE WINNERS

Share with friends

સ્ટોરીમિરરના ‘બોસ’ હાઉસમાં આપનું સ્વાગત છે :

સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે, એક નવીન સર્જાનાત્મક લેખન સ્પર્ધા – ‘એસ.એમ. બોસ’

સમજુતી :

નિયમ મુજબ એસ.એમ.બોસ હાઉસમાં (સ્પર્ધામાં) પ્રવેશ લેવા માટે તમારે ઓછામાં ઓછી એક રચના સબમિટ કરી શરુ કરવાનું રહેશે. સમય સમય પર તમને અલગ અલગ ટાસ્ક આપવામાં આવશે. તમારે એ ટાસ્ક સુચના મુજબ પુરા કરવાના રહેશે, નહીતર તમે સ્પર્ધામાંથી બહાર થઇ જશો.. તમારા ટાસ્ક અહી મુકવામાં આવશે.

ટાસ્ક - 1:

વાર્તા વિભાગ માટે  -

એક એવી પ્રેમકથા લખો જ્યાં બે પાત્રો એક રીયાલીટી શોમાં જીતવા માટે પરસ્પર પ્રેમનું નાટક કરતાં હોય.

કવિતા વિભાગ માટે  -

બે વૃદ્ધ પાત્રો વચ્ચેના પ્રેમની અભિવ્યક્તિ કરતી કવિતા 90 થી 150 શબ્દોમાં લાખો.

ટાસ્ક : 2 

 વાર્તા વિભાગ માટે - 

'એલિયન દ્વારા પૃથ્વીની મુલાકાત લેવામાં આવે છે' આ વિષય પર કાલ્પનિક વાર્તા લખો.

 કવિતા વિભાગ માટે - 

એક સોનેટ કાવ્ય લખો

(સોનેટ એ 14 પંક્તિઓમાં લખવામાં આવતો એક પદ્ય પ્રકાર છે. જેમાં મુખ્યવિષય મોટે ભાગ પ્રેમ હોય છે)

ટાસ્ક - 3

 વાર્તા કેટેગરી માટે - 

‘કોઈ કારણસર એક વરસ સુધી એક જ રૂમમાં પુરાઈ રહેવાનું થાય ત્યારે અનુભવાતી લાગણી’ આ બાબત પર એક કાલ્પનિક વાર્તા લખો

 કવિતા વર્ગ માટે - 

 એક ગઝલ લખો 

“ગઝલ એ એક વિદેશી સાહિત્ય પ્રકાર છે. ગઝલ એ અરબી અને ફારસી ભાષા પરથી ગુજરાતીમાં ઉતારી આવી છે. જેમાં મુખ્ય વિષય પ્રેમ, વિરહ, પ્રેમભક્તિ હોય છે. તેના મુખ બે પ્રકાર પડે છે 

 (૧) ઇશ્કેહકીકી* = ઈશ્વર તરફનો પ્રેમ 

 (૨) ઇશ્કેમિજાજી* = પ્રિયતમ તરફનો પ્રેમ 

તેની પ્રત્યેક પંક્તિ શેર કહેવાય. ગઝલનો પહેલો શેર "મત્લા" કહેવાય. જયારે ગઝલનો છેલ્લો શેર "મક્તા" કહેવાય.”

ટાસ્ક - 4 

 વાર્તા વિભાગ માટે : 

એક એવી રહસ્યમય વાર્તા લખો, જ્યાં જાસૂસને છેલ્લી ઘડીએ અનુભવ થાય કે, આજ સુધી એમણે રાખેલી શંકા ખોટી હતી.

 કવિતા વિભાગ માટે : 

એક આખ્યાન કાવ્ય લખો 

આખ્યાન કાવ્ય : પદ્ય દ્વારા કહેવામાં આવતી વાર્તા અટેલે આખ્યાન કાવ્ય.

દા.ત. - 'નળાખ્યાન'

ટાસ્ક - 5

વાર્તા માટે - 

કિશોરાવસ્થાથી એક બીજા સાથે પ્રેમમાં હોય તેવા એક વૃદ્ધ પ્રેમી જોડાની વાર્તા લાખો.

કવિતા માટે - 

એક અછંદાસ કાવ્ય લખો, પણ એમાં લય અને પ્રાસ જાળવી રાખો

ટાસ્ક 6

 વાર્તા માટે :

એક એવા પાત્ર પર વાર્તા લખો જેના આ ધરતી પર અનેક જન્મ થયાં છે, તેને પોતાના બધા જન્મ યાદ છે. પણ બીજું કોઈ એના વિશે જાણતું નથી.

 કવિતા માટે :

ઓછામાં ઓછી દસ લાઈનમાં એક વ્યંગ કાવ્ય લખો

નિયમો :

·   સ્પર્ધકે તેમને આપવામાં આવેલા ટાસ્ક મુજબ જ રચના સબમિટ કરવાની રહેશે.

·   વિજેતાની પસંદગી સંપાદકીય સ્કોર અને સ્પર્ધક દ્વારા પુરા કરવામાં આવેલા ટાસ્કને ધ્યાનમાં રાખી કરવામાં આવશે.

·   સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી જોઈએ..ટાસ્કના અનુસંધાનમાં આપ ચાહો એટલી રચનાઓ સબમિટ કરી શકો છો.

·   તમારી દરેક રચનામાં # smboss હેસટેગનો ઉપયોગ કરો.

વિભાગ :

વાર્તા

કવિતા

ભાષા : અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બેન્ગાલી, ઓડિયા, મરાઠી, તમિલ, તેલગુ, કન્નડ, મલયાલમ (સ્પર્ધક એક કરતાં વધારે ભાષામાં ભાગ લઇ શકશે.)

ઇનામ :

·  પોતાને મળેલ દરેક ટાસ્ક પુરા કરનાર સ્પર્ધકને એસ.એમ. તરફથી 150/- વાઉચર આપવામાં આવશે.

·  વિજેતા સ્પર્ધકોને વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

·  દરેક ભાષા અને કેટેગરીમાં શ્રેષ્ઠ 50 રચનાઓની ઈ-બુક બનાવવામાં આવશે.

સમયગાળો :  એપ્રિલ 02, 2021 થી  મે 01, 2021

પરિણામની તારીખ : 31 મે 2021

સંપર્ક :

વિષ્ણુ દેસાઈ

Email: Vishnu@storymirror.com

Phone number: +91 9723185603