Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Summer Writing Fun

SEE WINNERS

Share with friends

ઉનાળો આવી ગયો છે. આમ તો આપણે સૌ ઉનાળાથી પરિચિત છીએ, પણ આ વખતનો ઉનાળો થોડો અલગ છે. આપણી સામે કોવીડ (કોરોના)ના પડકાર છે. સાથે સાથે એ પણ સત્ય છે કે આ પરિસ્થિતિ આપણને ઘણું બધું શીખવી જાય છે, લેખન માટે અનેક વિચારો આપી જાય છે, તે આપણી જાતને કેળવવાની, સર્જનાત્મક બનવાની અને અભિવ્યક્ત થવાની તક આપી જાય છે. 

‘ડૂ વિથ લિટ’ સાથેના સંકલનથી સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે "સમર રાઇટિંગ ફન" લેખન સ્પર્ધા.  જે તમારી સર્જનાત્મક અને લેખન કુશળતાને પ્રદર્શિત કરવાની ઉત્તમ તક છે.

તો ચાલો થઇ જાઓ તૈયાર, એક આનંદદાયક લેખન અનુભવની સફર માટે 

વિષય : ઉનાળો

 નિયમો :

1.   આપ ઉનાળાની ઋતુના સંદર્ભમાં આપની રચનાઓ સબમિટ કરી શકો છો.

2.   લેખનશૈલી માટે કોઈ બંધન નથી

3.   વિજેતાની પસંદગી સંપાદકીય સ્કોરને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

4.   સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ સબમિટ કરવી જોઈએ. આપ એક કરતાં વધારે ભાષામાં, એક કરતાં વધારે રચનાઓ પણ મુકી શકો છો.

5.   લેખન માટે કોઈ શબ્દોની મર્યાદા નથી.

6.   ઈ-મેઈલ દ્વારા મોકલેલી, હસ્તલિખિત (હાર્ડકોપી) કે સ્પર્ધાની લીંક સિવાય સબમિટ થયેલી રચનાઓ સ્પર્ધા માટે માન્ય રહેશે નહિ.

7.   ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

8.   એકવાર આપની રચના લાઈવ થતાં આપનું ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપની પ્રોફાઈલમાં મોકલી આપવામાં આવશે.

સાહિત્ય પ્રકાર :

વાર્તા

કવિતા

 ભાષા : અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા, અને બંગાળી. 

ઇનામ :

  1.  ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
  2.  દરેક કેટેગરીમાં અને ભાષામાં બે શ્રેષ્ઠ રચનાઓને રુ. 100/- ના મૂલ્યનું સ્ટોરીમિરર શોપ વાઉચર આપવામાં આવશે. સાથે તેમની રચનાને Do with Litના ઈન્સ્ટાગ્રામ પેજ પર મુકવામાં આવશે.
  3.  દરેક વિજેતાઓને વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે.


સમય ગાળો :

19 એપ્રિલ 2021 થી 14 મે 2021 

પરિણામ : 25 જૂન 2021 

સંપર્ક :

વિષ્ણુ દેસાઈ  (ગુજરાતી માટે)

ઈમેઈલ – vishnu@storymirror.com

વોટ્સએપ – 97231 85603