પ્રેમની વ્યાખ્યા કરવી મુશ્કલ છે. એટલું જ નહિ, પ્રેમને સમજવો અને માપવો પણ મુશ્કેલ છે. પ્રેમ એ મહાન લેખકોનું લેખન છે, મહાન ગાયકોનું ગીત છે, મહાન તત્વજ્ઞાનીઓનું ચિંતન છે. પ્રેમ એ એક શક્તિશાળી લાગણી છે. તેની કોઈ વ્યાખ્યા ખોટી હી શકે નહિ, કેમકે પ્રેમ માટે દરેક વ્યક્તિની વ્યાખ્યા પોતાના અનુભવ મુજબ અલગ અલગ હોઈ શકે છે. પ્રેમ જયારે મિત્રો વચ્ચે, પરિવાર વચ્ચે કે પ્રેમીઓ વચ્ચે હોય છે ત્યારે દરેક અનુભવાતી લાગણી ભિન્ન ભિન્ન હોય છે.
સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે ‘લવ લેન્ગ્વેજ’ એક અનોખી લેખન સ્પર્ધા જે આંશિક પ્રેમ અને પૂર્ણ પ્રેમ પામેલા લોકોની લાગણીઓને અભિવ્યક્ત કરે છે. તો ચાલો થોડીક પ્રેમની વાતો કરીએ.
વિષય - પ્રેમ
નિયમો :
1. સ્પર્ધકે પ્રેમ વિષય પર પોતાની વાર્તા અથવા કવિતા સબમિટ કરવાની રહેશે..
2. વિજેતાની પસંદગી સંપાદકીય સ્કોરને આધારે કરવામાં આવશે..
3. સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી જોઈએ. સ્પર્ધક ચાહે તેટલી રચનાઓ સબમિટ કરી શકશે.
4. આપની રચનામાં અથવા ટેગમાં #lovelanguage ટેગનો ઉપયોગ કરો.
5. રચના લખવા માટે કોઈ શબ્દ મર્યાદા નથી.
સાહિત્ય પ્રકાર :
વાર્તા
કવિતા
ઈનામ :
1. શ્રેષ્ટ ૩ વાર્તા અને કવિતા રચનાઓને સ્ટોરીમિરરનું રૂ. 250/- ના મૂલ્યનું શોપ વાઉચર આપવામાં આવશે.
2. ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
3. વિજેતા સ્પર્ધકોને વિજેતા પ્રમાણપત્ર અલગથી આપવામાં આવશે..
વિશિષ્ટ ઇનામ :
તમારા 5 કે તેથી વધુ મિત્રોને કે જેઓ સ્ટોરીમિરર સાથે અગાઉથી જોડાયેલા નથી, તેમને આ સ્પર્ધામાં ભાગ લેવડાવો અને ઇનામ સ્વરૂપ પુસ્તક જીતો. સ્પર્ધા પૂરી થયા બાદ આપના માધ્યમથી ભાગ લીધેલા આપના મિત્રોની રચનાઓની લીંક રજુ કરવાની રહેશે.
સ્પર્ધાનો સમયગાળો - ફેબ્રુઆરી 08, 2022 થી માર્ચ 07, 2022
પરિણામની તારીખ : એપ્રિલl 07, 2022
સંપર્ક :
ઈમેઈલ : vishnu@storymirror.com
મોબાઈલ નંબર : +91 97231 85603