Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kalpesh Patel

Others

4.7  

Kalpesh Patel

Others

બે બોલ

બે બોલ

4 mins
304


“બોલ” એક - સિલ્વર સ્ક્રીનની “માતા”નો

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં માતાઓને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બની છે પણ તેમને આદરણીય સ્થાન ક્યારેય મળ્યું નથી. “મેરે પાસ મા હૈ”, દીવારનો આ એક ડાયલોગ સૌથી વધુ લોકપ્રિય બન્યો હતો. વિશ્વભરમાં હિન્દી ફિલ્મોના ચાહકોમાં દાયકાઓ સુધી બોલિવૂડમાં જોવા મળેલી માતાઓની તેમના આહલાદક સ્મિતની પ્રશંસા કરી છે, તેમના ચહેરા પરનો ડર, લાગણી, ભાવ, પ્રેમાળ અને નરમ અવાજથી ગવાતા હાલરડા અને તેમની આંખમાંથી દર્શાવાતો પ્રેમ અને ઉપરાંત જીવનમાં કરેલાસમાધાનની પીડા જે રીતે આંખોમાં દર્શાવાતી તે ખરેખરા અર્થમાં એક માતાના પાત્રને જીવંત રાખતું જોવા મળે છે. બાળકો માતાઓ હંમેશા હિન્દી સિનેમાનો અભિન્ન ભાગ રહ્યો છે. માતાનું પાત્ર પોઝીટીવ પણ રહ્યું છે અને નેગેટીવ પણરહ્યું છે. બોલિવૂડની અનેક ફિલ્મોમાં જુદી જુદી અભિનેત્રીઓએ તેમની આડકરીના ઓજશ પાઠર્યા છે, આવી અનેક માતાઓના અભિનય કરેલ અભિનેત્રીઓમની એક દુર્ગા ખોટે વિશે આપણે જાણીયે.

મહિલા કલાકારો માટે ફિલ્મનો દરવાજો ખોલનાર, ગુરગાં ખોતે પ્રથમ મહિલા કલાકાર હતા, તેમના પહેલા મહિલાના પત્રો પણ પુરૂષોજ ભજવતા હતા, ગોવાના કોંકણ પરિવારના. દુર્ગાનો ઉછેર મુંબઈમાં થયેલો હતો. ખોટે પરિવારમાં પરણી આવ્યા પછી તેઓના પતિનું ૨૬વરસની યુવાન વયે થયેલ. ક-વેળાના પતિના મોતે તેમના માથે તેઓના બે પુત્રની જવાબદારી આવી પડી, અને આજીવિકામતે ફિલ્મ અભિનય નો માર્ગ અપનાવ્યો તેઓનીપર્થમ ફિલ્મ “ફરેબી” હતી જે 1931માં રિલિઝ થયેલી, શરૂઆતમાં તેઓની મોટાભાગની ફિલ્મો મરાઠી ભાષાની હતી. તેઓએ બીજા લગ્ન કરેલ પરંતુ તે ક્ષણભંગુર નીવડેલાં. નાની મોટી અને મરાઠી અને હિન્દી ભાષા માં લાગભગ ૨૦૦ થી વધારે ફિલ્મોમાં તેઓએ અભિનય કરેલો હતો.

તેઓની ખરી અભિનય ક્ષમતા તેમની ઢળતી ઉમરમાં નીરખી હતી, માતા તરીકે હિન્દી ફિલ્મોમાં એક દિશા સૂચક સ્વરૂપ એક મજબૂત મહિલા અને સિલ્વર સ્ક્રીન પર એક સ્ટ્રોંગ પણ કોમળ માતા તરીકે, દુર્ગા ખોટે લોકપ્રિય છે. આ ૧૯૩૨થી શરૂ કરેલી તેઓની કારકિર્દીમાં પાંચ દાયકાથી વધુ વર્ષોની કામગીરી દરમ્યામ તેઓએ વિવિધ પ્રકારની યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. અગાઉ જણાવ્યુ તે પ્રમાણે તેમની કારકિર્દીના પાછલા વર્ષો દરમિયાન તેમણે ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમાંપણ ખાસ કરીને મુઘલ-એ-આઝમ (૧૯૬૦) ફિલ્મમાં તેમના પુત્ર સલિમ માટેની લાગણી,  તેમનો પતિપરત્વેનો આદર અને રાજપ્રત્યેની ફરજ વચ્ચે અટવાઈ રહલી મુઘલ સમ્રાટ અકબરની રાણી, જોધાબાઇ તરીકે ભજવેલું તેમનું પાત્ર સૌથી યાદગાર છે. તે ઉપરાંત વિજય ભટ્ટની ક્લાસિક ફિલ્મ ભરત મિલાપ (૧૯૪૨) માં તેમની કૈકેઇની શક્તિશાળી ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે, જેમાં દુર્ગાજી પુત્ર ભરતને રાજા બનાવવા અસરકારક નેગેટીવ રોલ ભજવે છે. તેમની અન્ય ફિલ્મો ચરણો કી દાસી (૧૯૪૧), મિર્ઝા ગાલિબ (૧૯૫૦), બોબી અને બિદાઇ (૧૯૭૪) માં હતા, જેના માટે તેમણે ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો. હિન્દી સિનેમાના સૌથી આદરણીય મહિલાઓમાંના એક, તેમને 1983 માં સૌથીપ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા પદ્મશ્રીના પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

બોલ “બે”- નેપથ્યના “બેજોડ કલાકાર” નો 

જયશંકર ભૂધરદાસ ભોજકનો તારીખ ૩૧-૧-૧૮૮૯ના રોજ વિસનગર મુકામે થયેલો હતો જન્મ જાત, કુશાગ્ર બુધ્ધિ પ્રતિભા ધરાવનાર જયશંકરભાઈએ ૧૮૯૮-૧૯૦૧ દરમિયાન કલકત્તા ઉર્દૂ નાટક મંડળીમાં છૂટું છવાયેલું કામ કરેલ અને વરસ ૧૯૧૨ના વરસમાં એક દિવસ તેઓ મુંબઈમાં ચોપાટી ઉપર ફરતા હતા ત્યારે તેમના કળા ગુરુ બાપાલાલભાઈ નાયકે સરસ્વતી ચંદ્ર નોવેલના ચાર ભાગ વાંચવાની સલાહ આપેલી, અને માત્ર બે ધોરણ સુધીનો અભ્યાસ કરેલ હતો છતાં તેઓએ તે ચાર ભાગ વાંચી નાખ્યા. આ દરમ્યાન નવલકથામાં આવતા સ્ત્રી પાત્રો ગુણસુંદરી, કુમુદસુંદરી, કુસુમ,મેનારાણી,અલકિશોરી, ચંદ્રાવલી તેમજ સૌભાગ્યદેવી જેવા ગોવર્ધનરામની કલમે આલેખાયેલા સબળ સ્ત્રી પાત્રોએ, તેઓના મન ઉપર ગહેરી અસર પાડી હતી. તેઓને જે સુંદરીની ચાહ હતી તે આ નવલકથાના પાને-પાને ડોકાતી નજરે પડી. શરૂઆતમાં તેઓ અરિસાની સામે ઊભા રહી અભિનય કરતાં હતા. અને તેઓ ફુરસતના સમયે, વિવિધ ગુજરાતી કાવ્યો, નવલકથાઓ નાટકો વાંચતાં રહેતા અને અભિનયની ગૂંચો ઉકેલતા રહ્યા. તેમને વિલિયમ શેકસપિયરની ડેસ્ડીમોના નો ગુજરાતીમાં તરજુમો વાંચી લીધો અને મહાકવિ કાલિદાસની રચનાઓને પણ વાંચી આત્મસાધ કરેલી હતી, સમાજમાં રહેલી બહેનો પાસેથી સુંદરીના પાત્રમાં નજાકતતા કેવી રીતે લાવવી તે શીખ્યા હતા. અને આખરે જયશંકર ભૂધરદાસ ભોજકમાંથી સુંદરીની યાત્રા પૂરી થઈ.

તેઓએ નાટકોમાં મુખ્યત્વે સ્ત્રી ભૂમિકાઓ ભજવી હતી કારણકેતે સમયે નાટકોમાં સ્ત્રીઓને કામ કરવાની મનાઇ હતી. મુંબઈમાં પારસી થિયેટરના શેક્સપિયરના ‘ઓથેલો’ પર આધારિત નાટક સૌભાગ્ય સુંદરીમાં તેમણે “ડેસ્ડેમોના” પાત્રને "સુંદરી" તરીકે ભજવ્યું હતું. આ નાટક અત્યંત સફળ રહ્યું હતું અને તેના પછી તેઓને ‘સુંદરી’ ઉપનામ મળ્યું અને તેઓ 'ભોજક' ના બદલે 'સુંદરી' નામે ઓળખાયા. નયન રમ્ય સ્ત્રી પાત્રની ભજવણી થતી હોવા છતાં કોઈ કારણ સર તેઓને મુંબઈ નગરીમાં જોઈએ તેવો બ્રેક અપ મળ્યો નહીં અને ગુજરાત આવી, તેને કર્મભૂમિ બનાવી.

૧૯૪૮ થી ૧૯૬૨ સુધી તેઓ અમદાવાદમાં રંગભૂમિમાં દિગ્દર્શક રહ્યા હતા. ઇ.સ. ૧૯૪૮માં અમદાવાદ ખાતે રસિકલાલ પરીખ અને ગણેશ માવળંકરની સાથે, મીઠાખળીમાં નાટ્ય વિદ્યામંદિરની રચના કરી, જેમાં તેઓ આચાર્ય બન્યા. આ વિદ્યામંદિરમાંથી ‘નાટક શાળા નાટ્ય મંડળનો’ જન્મ થયો હતો.તેઓએ “સૌભાગ્ય સુંદરી” નાટકમાં કરેલ અભિનયમાં એક શરમાળ ગુજરાતણનો રોલ એવો તો બેનમુન કરેલ કે તેઓ ગુજરાતી રંગમચની ખરે ખરી સુંદરી બની ગયા હતા. ૧૯૬૪ના વરસમાં તેઓની વરણી ગુજરાતી સાહિત્ય પરિષદના કળા વિભાગના પ્રમુખ તરીકે થઈ ૧૯૬૨માં તેઓ નિવૃત્ત થયા હતા અને વિસનગર પાછા ફર્યા હતા અને ભારત સરકાર દ્વારા ૧૯૭૧માં પદ્મભૂષણનો ઈલ્કાબ એનાયત કરવામાં આવેલ.. જ્યાં તેમણે રંગભૂમિ વિશે લેખો લખવાનું શરૂ કર્યું, અને ૨૨મી જાન્યુઆરી ૧૯૭૫ ના રોજ આ અમૂલ્ય તારલો ગગનમાં રહેલા અસંખ્ય તારલાઓ સાથે વિરમી ગયેલ ત્યારે તેમની ગેરહાજરીમાં તેમની હાજરી કરતાં વધારે સન્માનીય નજર મળી હતી.


Rate this content
Log in