હસાવી દઉં
હસાવી દઉં
1 min
1.1K
ક્ષમતા નથી કે સુરજ ચાંદ લાવી દઉં,
તું જો કહે તો પ્રેમ દિપ જલાવી દઉં.
હનુમાન જેવું દિલ નથી ચિરી નાખું,
પાકીટમાં તારી છબી બતાવી દઉં.
સંબંધનું તો કામ છે બની તૂટવું,
તૂટે નહીં એવું કશું નિભાવી દઉં
તારા નયનમાં પ્રેમબીજ વાવી દઉં.
તળ ભૂમિનું ક્યાં શોધવું હવે મારે?
ટીપે વહેતા આંખથી તારા અશ્રુને,
મન થાય છે આજે ક્ષણિક હસાવી દઉં.