દિલની વ્યથા
દિલની વ્યથા
1 min
14K
અંત નથી જેનો એવી વારતા લખું છું,
સુખ દુ:ખના સમન્વયની કથા લખું છું.
કહ્યું ઘણું એ કાનથી સમજી ના શકી,
આંખની ભાષાથી દિલની વ્યથા લખું છું.
કરી લીધો ગુન્હો ગંભીર એને પ્રેમ કરીને,
બની કાજી પોતે વિરહની સજા લખું છું.
યાદ નથી હવે સાથે ક્યારે હસ્યા હતા,
આજ હું એકલો આંસુની વેદના લખું છું.
શીખી ગયો 'પલાશ' પ્રેમમાં રમત લાગણીની,
હાર સ્વીકારી પરંપરાગત ગાથા લખું છું.