શું કરું
શું કરું
1 min
1.4K
જામથી જામ છલકાયો છે શું કરું
હાથથી હાથ પસવારીને શું કરું
યાદ એની આવતા આંખ ભીની થઈ
હવે મોકળા મનથી રડીને શું કરું
વીજળી સમ સળાકા થાય છે હૃદયમાં
ઘાવ એના બધાને બતાવીને શું કરું
કંકોતરી આવી હતી એના લગ્નની મને
હવે કંકુનો ચાંદલો કપાળે લગાવી શું કરું
ઝાડવા પણ નમી ગયા છે ફળ આવતાં
હૃદય કુંજે કોયલ ટહુકા કરે તો શું કરું
ચાંદ પુનમનો ચડ્યો જોને આકાશમાં
ચાંદની રોવરાવે મને રાતના તો શું કરું
બસ હવે રહેવાય ના અને સહેવાય ના
હવે મજબુરીથી જીવવું પડે છે શું કરું