હવે હું ક્યાંથી લાવું?
હવે હું ક્યાંથી લાવું?
1 min
6.8K
હવે હું ક્યાંથી લાવું?
મમતાનો ખોળો ક્યાંથી લાવું?
ઘરનો એ મોભો ક્યાંથી લાવું?
છેડો ખેંચી હઠ પૂરી કરતો,
સાડીનો એ છેડો ક્યાંથી લાવું?
વારા બાંધી બેઠા 'મા'નાં ખોળે,
મારો એ વારો ક્યાંથી લાવું?
વર્ષો જેનાં દર્શન કર્યા,
કરુણાનો એ ચહેરો ક્યાંથી લાવું?
આંગણનું વટવૃક્ષ ઢળી ગયું,
સ્નેહનો એ છાંયો ક્યાંથી લાવું?